શત્રુંજય નો મહિમા

શત્રુંજય મહિમા
ક્યારેય ન જાણ્યું હોય તેવું..

  • શ્રી શાંતિનાથના દેરાસરની પાસે ૩૦ હાથ ગયા પછી સોના-ચાંદીની ખાણ અને રસ કૂપિકા છે. ભવિષ્યમાં જિર્ણોદ્ધાર કરવાની અગવડ ન પડે માટે રત્નોની ખાણ પણ છે.
  • ઋષભ ફૂટમાં રહેલા ઋષભદેવની પ્રતિમાથી પૂર્વ દિશામાં ૩૦ ધનુષ્ય નીચે જઈએ પછી અટ્ઠમ કરી બળી–બાકળાની વિધિ કરે તો વૈરૂટયા દેવીના દર્શન થાય. તે દેવીને ‘એકાવતારી થવા આદિનાથદાદાના દર્શન કરવા છે' તેમ કહો ત્યારે દેવી તમને લઈ જાય-શીલા ખસેડે અને ત્યાં ગુફામાં બિરાજમાન આદિનાયદાદાના દર્શન કરવાથી એકાવતારી થવાય છે અને ત્યાં એક ઉપવાસ કરીને રહે તો સર્વાર્થ સિદ્ધિ ઉત્પન્ન થાય છે.
  • ચંદન તલાવડીના નીચે ભોંયરૂ છે. કવડયક્ષની સહાયથી જો ત્યાં જવાય તો અનેક દિવ્યરત્નના બનેલા પ્રભુજીના દર્શન થાય છે.
  • પાંચ પાંડવોએ બંધાવેલ આદિનાથદાદાના જિનાલયની ઉત્તરમાં એક ગુફા છે. તે ચંદન તલાવડી સુધી જાય છે. તેમાં અનેક પ્રભુ પ્રતિમાઓ બિરાજમાન છે.
  • શત્રુંજય નદીમાં સ્નાન કરી ત્રણ સંધ્યાએ આસો, ભાદરવો અને વૈશાખમાં નમો અરિહંતાણં મંત્રનો જાપ કરે તે તીર્થંકર નામ કર્મ ઉપાર્જિત કરે છે.(શ્રી જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થ કલ્પના આધારે)

આવા પરમ પવિત્ર ગિરિરાજની ગોદમાં ચાલો આપણે પણ ૯૯ જાત્રા કરીએ અને આપણા આત્માને પાવન બનાવીએ..

જે સઘળા તીરથ કહ્યા, જાત્રા ફળ કહીએ, તેહથી એ ગિરિ ભેટતા શતગણું ફળ લહીયે.

  • નંદીશ્વર દ્વીપની જાત્રા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય..
  • તેનાથી બે ગણું પુણ્ય કુંડલગિરિની જાત્રાથી થાય..
  • તેનાથી ત્રણ ગણું પુણ્ય રૂચકગિરિની જાત્રાથી થાય..
  • તેનાથી ચાર ગણું પુણ્ય ગજદંતગિરિની જાત્રાથી થાય..
  • તેનાથી બે ગણું પુણ્ય જંબુવૃક્ષ ઉપરના શાશ્વતા ચૈત્યોની જાત્રાથી થાય..
  • તેનાથી ૬ ગણું પુણ્ય ઘાતકી વૃક્ષ ઉપરના શાશ્વતા ચૈત્યોની જાત્રાથી થાય..
  • તેનાથી ૧૨ ગણું પુણ્ય પુષ્કર વટ દ્વીપના શાશ્વતા ચૈત્યોની જાત્રાથી થાય..
  • તેનાથી ૧૦૦ ગણું પુણ્ય મેરૂ પર્વતની ચૂલિકા ઉપરના ચૈત્યોની જાત્રાથી થાય..
  • તેનાથી ૧૦૦ ગણું પુણ્ય સમેતશિખર તીર્થની જાત્રાથી થાય..
  • તેનાથી ૧૦,૦૦૦ ગણું પુણ્ય અંજનગિરિની જાત્રાથી થાય..
  • તેનાથી લાખ ગણું પુણ્ય રૈવતવતગિરિની જાત્રાથી થાય..
  • તેનાથી અનંત ગણું પુણ્ય શત્રુંજયની પર્શના કરવાથી થાય છે..

આવા મહાન ગિરિરાજની ૯૯ જાત્રા કરવાનો પુણ્ય અવસર આપના સમક્ષ આવ્યો છે..

  • કારતક સુદ પુનમ નાં દિવસે દ્રાવિડ અને વારિખિલ્લ ૧૦ ક્રોડ મુનિ ભગવંતો સાથે મોક્ષે ગયા છે..
  • ચૈત્ર સુદ પુનમ નાં દિવસે પુંડરિક ગણધર ૫ ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા છે..
  • આસો સુદ પુનમ નાં દિવસે પાંચ પાંડવો ૨૦ ક્રોડ મુનિ ભગવંતો સાથે મોક્ષે ગયા છે..
  • વીરરાજા ૩ લાખ સાધુઓ સાથે.
  • અજિતનાથ ભ. દેશના આપતાં હતાં ત્યારે ૩ લાખ સાધુઓ મોક્ષે ગયા છે.
  • સોમદેવ રાજા ૮૦૦ સેવકો અને ૫૦ રાજાઓ સાથે મોક્ષે ગયા છે.
  • ભરતચક્રવર્તી ૫ ક્રોડ, એમનો પુત્ર ૧ લાખ, બાહુબલીજી નો પુત્ર ૧૩ ક્રોડ મુનિવરો સાથે આ શત્રુંજય ઉપર મોક્ષે ગયા છે.
  • દેવકી નાં ૬ પુત્રો, જાદવ પુત્રો, સુવ્રત શેઠ, મંડક મુનિ, સેલક મુનિ, અઇમુતા મુનિ મોક્ષે ગયા છે.
  • ૧૦૦૦ મુનિ ભગવંતો સાથે થાવચ્ચા ગણધર, ૧૦૦૦ મુનિ ભગવંતો સાથે સુભદ્ર મુનિ, ૧૦૦૦ મુનિ ભગવંતો સાથે શુક્ર પરિવ્રાજક, ૩ ક્રોડ મુનિવરો સાથે રામ અને ભરતમુનિ મોક્ષે ગયા છે આ શત્રુંજય ઉપર.
  • ફાગણ સુદ દશમે નમિ, વિનમિ ૨ ક્રોડ મુનિવરો સાથે, ફાગણ સુદ ૧૩ નાં દિવસે શામ્બ અને પ્રધુમન સાડા ૮ ક્રોડ મુનિવરો સાથે આ શત્રુંજય ઉપર મોક્ષે ગયા છે.
  • છેલ્લા નારદ ૯૧ લાખ સાથે આ શત્રુંજય ઉપર મોક્ષે ગયા છે.

એમ અસંખ્યા મુનિવરો આ શ્રી શત્રુંજય તીર્થ ઉપર મોક્ષે ગયા છે. અને હજુ ભવિષ્ય માં પણ સિદ્ધ થશે. આ ગિરી નો મહિમા અપરંપાર છે.

ગિરિરાજ નો મહિમા

ઓ યુગદિદેવ આદિનાથ પ્રભુ...!

ઓ મારા વ્હાલા આદિનાથ પ્રભુ...!

આપે જ્યાં અગણોસિત્તેર લાખ ચોર્યાસી હજાર ચારસો ચાલીશ અબજવાર (૯૯ પૂર્વ વાર) પધારી; જે ગિરિરાજની સાચી ઓળખ અમારા જેવા પામર જીવોને કરાવી છે. તે ગિરિરાજની સ્પર્શના કરવા અમારા જેવા જીવોને મળે તે પણ અમારું સૌભાગ્ય છે. અન્ય તીર્થોની યાત્રા કરવાથી જે પણ પુણ્ય લાભ થાય તેના કરતા અનંત ગણો લાભ આ પાવન ગિરિની યાત્રા કરવાથી થાય છે. આવી દેશનાના સૂરો આજે પણ રાયણ વૃક્ષ પાસે ગૂંજે છે.

આ અવસર્પીણીકાળમાં જે ગિરિરાજની આપે સર્વપ્રથમ સ્પર્શના કરી જે ગિરિરાજની સર્વપ્રથમ છ'રી પાલિત યાત્રા સંઘ સાથે આપની નિશ્રામાં કરી. જે ગિરિરાજની (પૂર્વ) ૯૯ યાત્રા આપે સર્વપ્રથમ વાર કરી.

હે પ્રભુ ! આવા મહાન ગિરિરાજની અમો પણ સક્લ સંઘને ૯૯ યાત્રા કરાવી રહ્યા છીએ.

હૈયુગાદિદેવ ! તારા શરણે અમે સહુ આવી ગયા છીએ..

ત્વમેવ શરણં મમ.. યુગાદિ શરણં મમ..

બસ, પ્રભુ અમારી પ્રાર્થના છે, અમારા મન મંદિરમાં પધારો... પધારો...

ગરવા ગિરિરાજ નો જિન વૈભવ

ટૂંક ટૂંકનું નામ કુલ ભગવાન નવપદજી પગલાં
દાદાની ટૂંક ૫૭૬૭ ૬૪ ૪૬૯ + ૧૪૫ર ગણધરોના પગલાં
મોતીશાહ શેઠની ટૂંક ૩૨૨૫ ૧૬ ૧ + ૧૪૫ર ગણધરોના પગલાં
બાલાભાઈની ટૂંક ૧૭૫૪ ૪૯
શ્રી મોદીજીની ટૂંક ૫૫૯ - ૧૨ + ૧૪૫૨ ગણધરોના પગલાં
શેઠ હેમાભાઈની ટૂંક ૩૩૭ - ૩ પગલાં
ઉજમબાઈની ટૂંક ૨૭૨ - -
શાકર શાહની ટૂંક ૧૮૭ - ૧૦ પગલાં
છીપાવસીની ટૂંક ૨૧ - -
બહારના નાના દેરાસરો ૪૫ - ર પગલાં
૧૦ ચૌમુખજીની ટૂંક ૧૧૫૮ ૩૨૮ + ૧૪૫ર ગણધરોના પગલાં તથા પુત્ર ૧૦૦ શિષ્યોના તથા ભગવાન નેમિનાથ સાથે દીક્ષા લેનાર ૧૦૦૦ મહાત્માના પગલાં શ્રી શેલગાચાર્ય સાથે મોક્ષે જનાર ૫૦૦ મહાત્માના પગલાં

આટલા બઘા ભગવાનના દર્શન-પૂજન અને વંદના કરીને આપણા સમ્યગ્ દર્શનને શુદ્ધ કરવાનો સુવર્ણ અવસર એટલે જ આત્માનંદી ૯૯ જાત્રા..

વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્